બહેડાની ગોળીઓ


આપણા પૌરાણીક યોગ તથા નિરોગ રહેવાની કળા ના ભાગ પૈકી ત્રિફળા નું ઘણુંજ માન છે. અને તેને રોજ લેવાથી પાચન વગેરેની કોઈપણ ફરિયાદ રહેતી નથી, બહેડા તે ત્રિફળા નું એક ભાગ છે. ત્રિફળા ચૂર્ણ માં ત્રણ ફળો નું મિશ્રણ છે. તે પૈકી એક બહેડા છે. 
બહેડા ના ફાયદા :
       બહેડા ખોરાક સાથે લઇ શકાય છે. તે પાચન શક્તિ વધારી વાયુ તથા પિત્ત ની અધિકતા રોકે છે.
બહેડા પિત્તજ તથા કફ માં ઘણો ફાયદો કરે છે.

અમોએ ત્રિફળામાં વપરાતા ત્રણ ફળો હરડે-બહેડા તથા આમળા ની અલગ અલગ ગોળી સ્વરૂપે પ્રસ્તુત કરેલ છે. ત્રણે પદાર્થોના ગુણ-ધર્મો અલગ છે. પરંતુ તે સમ થાય છે. જયારે આપણામાં કોઈ એક ગુણની જરૂર હોય ત્યારે આપણે લાચાર થઇ જઈએ છીએ. આથી અમોએ ત્રણે વસ્તુઓ અલગ પણ વપરાશમાં અનુકૂળ આવે તે રીતે ગોળી સ્વરૂપે બહાર પાડેલ છે.

બહેડા: પિત્ત શામક તેમજ કફ ઉપર નિયંત્રણ કરનાર.
હરડે: અગ્નિ વધારનાર અને તુરા ગુણવાળી.
આમળા: શીતળ ખાટા રસ થી ભરપૂર આંશિક તૂરા રસ સહીત છે.

અમારી સમજ મુજબ આપ આપના શરીરની પ્રકૃતિ અનુસાર અલગ અલગ ગોળી સ્વરૂપે લઇ શકો છો. તે 80 ગ્રામ તેમજ 400 ગ્રામના જાર માં મળે છે.